પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માગને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર આવ્યા છે, પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે અને આ ટ્રેન બન્ને દિશામાં ઉભી રહેશે અને મુસાફરોને આ ટ્રેનને લઈ વધુ માહિતી રેલવેની વેબસાઈટ પર પણ મળી રહેશે.
ટ્રેન સંખ્યા 09442/09441 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ [4 ટ્રિપ્સ]
ટ્રેન સંખ્યા 09442 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ મંગળવાર, 16 અને 23 સપ્ટેમ્બર, 2025ના રોજ અમદાવાદથી 21:15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 06:00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેનસંખ્યા 09441 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશ્યલ બુધવાર, 17 અને 24 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 22:50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07:40 કલાકે અમદાવાદ પહોંચશે.













