આ ફરિયાદની તાત્કાલિક નોંધ લેતા, અમદાવાદ ડિવિઝનના વાણિજ્ય વિભાગના ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ(Dy.SS/Comm)સચિન જાદવ અને ટિકિટ ચેકિંગ સ્ટાફ રાજેશે તત્પરતા,સતર્કતા, અને કાર્યક્ષમતાનો પરિચય આપીને આરપીએફ સ્ટાફની મદદથી તે શંકાસ્પદ વ્યક્તિને અમદાવાદ સ્ટેશન પર તાત્કાલિક પકડી લીધો.


ઝડપાયેલ વ્યકિતએ કહ્યું કે તે રેલવેમાં નોકરી કરતો નથી

પ્રાથમિક પૂછપરછમાં તે વ્યક્તિએ પોતાનું નામ અમન પ્રકાશ હોવાનું જણાવ્યું હતું, પરંતુ તે કોઈ માન્ય રેલવે ઓળખપત્ર રજૂ કરી શક્યો ન હતો. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેને જરૂરી કાનૂની કાર્યવાહી માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યો હતો. ડેપ્યુટી સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ (વાણિજ્ય) સચિન જાદવ તથા ટીટીઈ શ્રી રાજેશ અને આરપીએફ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી,સતર્કતા અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રશંસનીય છે.

અમદાવાદ મંડળના ટિકિટ ચેકિંગ સ્ટાફનું સરાહનીય કાર્ય, ટ્રેનમાં રહી ગયેલી લેપટોપવાળી બેગ મુસાફરને સુરક્ષિત પરત આપી

પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ મંડળના સમર્પિત કર્મચારીઓ તેમના માનનીય ગ્રાહકોને સુખદ અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે હંમેશા આગળ રહે છે। આ જ ક્રમમાં અમદાવાદ મંડળમાં કાર્યરત શકીલ અહમદ, ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષકે ઈમાનદારીનું ઉદાહરણ આપીને એક મુસાફર દ્વારા ટ્રેનમાં ભૂલથી મૂકાયેલ કિંમતી બેગ, જેમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી, જેની અંદાજિત કિંમત લગભગ ₹2 લાખ હતી, તે શોધીને સલામત રીતે મુસાફરને પરત આપી. 

  • Follow us on: