અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા ઇન્કમટેક્સ બ્રિજ પર રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી ખાસ કરીને બ્રિજના સ્પાન જોઈન્ટના બેરિંગના સમારકામ માટે હાથ ધરવામાં આવી છે. આ રિપેરિંગ કાર્ય દરમિયાન ટ્રાફિકને કોઈ અડચણ ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કામગીરી ચાલુ ટ્રાફિકમાં જ તબક્કાવાર રીતે કરવામાં આવી રહી છે. જેથી વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરી કામગીરી













