ગુજરાતમાં વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અન્ય વિસ્તારોમાં પણ બ્રિજની તપાસ શરૂ કરી દેવાઈ છે. આ ઘટના હજુ ચર્ચામાં છે ત્યાં જ અમદાવાદમાં બિલ્ડિંગની સેફ્ટિ વોલ ધરાશાયી થઈ છે. શહેરના શેલા વિસ્તારમાં એક બિલ્ડિંગની સેફ્ટી વોલ ધરાશાયી થઈ હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સ્થળ પર મોટી દુર્ઘટના ટળી છે.


શેલામાં કૃપાલ બચપન બિલ્ડિંગની સેફ્ટી વોલ તૂટી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના શેલામાં કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટિ વોલ અચાનક ધરાશાયી થઈ હતી. સેફ્ટી વોલ ધરાશાયી થઈ હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ વોલ તૂટી ત્યાં બાજુમાં જ એક બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ જગ્યા પર બપોરના સમયે લંચ બ્રેક હોવાથી કારગરો હાજર નહોતા. બીજી તરફ રહેણાંક બિલ્ડિંગમાં પણ અવરજવર ઓછી હતી. જેના કારણે મોટી જાનહાની ટળી હતી.

બાજુમાં ચાલી રહેલા કન્સ્ટ્રકશન સાઈટ તરફ ધરાશાયી થઈ

શહેરના શેલા વિસ્તારમાં જાણીતી ક્લબ ઓ 7 પાસે સ્થિત કૃપાલ બચપન નામની બિલ્ડિંગની સેફ્ટી વોલ અચાનક જ જોત જોતામાં ધરાશાયી થઈ હતી. આ વોલ બાજુમાં ચાલી રહેલા કન્સ્ટ્રકશન સાઈટ તરફ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન ત્યાં કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. બાજુમાં જ નિર્માણધીન બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું.


  • Follow us on: