અમદાવાદમાં ગણેશ મહોત્સવ વખતે દુર્ઘટના બની હોવાની ઘટના સામે આવી છે. નરોડામાં બાપાસીતારામ ચોક પાસે સ્લેબ તૂટ્યો હતો. સ્લેબ ધરાશાયી થતા 10 જેટલા લોકો નીચે પટકાયા હતા, સ્લેબ પડતા ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી બેઝમેન્ટમાં લોકો પડ્યાં હતા. આસપાસના સ્થાનિક અને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી લોકોને બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદમાં ગણેશ મહોત્સવ વખતે દુર્ઘટના













