અમદાવાદમાં ચાર રસ્તા અને ફરવા લાયક સ્થળો પર થતી ભિક્ષાવૃત્તિ અટકાવવા માટે સ્પેશિયલ ડ્રાઇવમાં 51 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક સિંગલ પર બાળકો પાસે ભીખ મગાવવાની પ્રવૃતિ કે મંદિર બહાર ભીખ માંગતા બાળકોને રેસ્ક્યુ કર્યા છે. જેમાં ઇસ્કોન, પકવાન,શાહીબાગ , સી.જી રોડ ,એસ.જી હાઇવેના સિગ્નલ અને મંદિરો પરથી બાળકો મળી આવ્યા છે.


ભિક્ષાવૃત્તિ અટકાવવા સ્પેશિયલ ડ્રાઇવ

આ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાયા બાદ કાઉન્સિલિંગ કરવામાં આવે છે કે બાળકો પાસે ભિક્ષાવૃતિ કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે. તપાસમાં બાળકોના માતા -પિતા દ્વારા ભીખ મગાવવા આવી રહ્યું છે. ડ્રાઇવ દરમિયાન બાળકોની કોઈ માનવ તસ્કરી થઈ નથી તે બાબતે તપાસ કરી હતી. પરતું એ પ્રકારનું કોઈ રેકેટ સામે આવ્યું નથી. મોટા ભાગેના બાળકોના માતા પિતા સાથે જ મળી આવ્યા છે. જેના દ્વારા બાળકોને ભીખ મગાવવામાં આવે છે.

51 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા

હાલ મહિલા સેલ ,એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની એક સપ્તાહમાં ડ્રાઈવ દરમિયાન રેસ્ક્યુ કરેલા બાળકોની 8 વર્ષ થી લઈ 14 વર્ષની ઉંમર હોય છે. અમદાવાદ ગ્રામ્ય, દાહોદ, રાજસ્થાનથી માઇગ્રેડ થયેલા લોકો હોય છે. પોલીસ દ્વારા આ બાળકોને ભીખ માગવાથી પ્રવૃતિ દુર રહી શકે તે માટે શિક્ષક વિભાગ સાથે રહી મળીને બાળકોને નજીકની સ્કૂલમાં એડમિશન કરાવીને ભણતર શરૂ કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 થી અત્યાર સુધી 140 બાળકોને રેસ્ક્યુ કર્યા છે. જેમાં 43 જેટલા બાળકોના માતા- પિતા સામે જુવેનાઇલ એક્ટ મુજબ ગુના નોધી કાર્યવાહી કરી છે.

  • Follow us on: