ગુજરાતમાં નિવૃત શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલા રદ્દ કરાયેલા નિર્ણય મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી છે. મંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ નિર્ણય વચગાળાની સલામત માટે લેવાયો હતો, પરંતુ તેમાં કેટલીક વિસંગતતાઓ અનેક ટેકનિકલ ક્ષતિઓ જોવા મળતા તેને રદ્દ કરવામાં આવ્યો છે.
વિસંગતતા હોવાના કારણે નિર્ણય રદ્દ કર્યો : પાનસેરિયા
મંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે શિક્ષણ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારનો વિરોધ ન થાય તે માટે આ નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણયમાં કેટલીક વિસંગતતાઓ હોવાનું ધ્યાને આવતા અને ભવિષ્યમાં કોઈ ટેકનિકલ ક્ષતિ ન રહી જાય તે સીનીશ્ચિત કરવા માટે અમે આ વચગાળાનો નિર્ણય રદ્દ કર્યો છે. તેમણે ઉમેર્યું કે, શિક્ષણ વિભાગ હંમેશા પારદર્શિતા અને મેરિટને પ્રાધાન્ય આપે છે અને આગામી ભરતી પ્રક્રિયા પણ આ જ સિદ્ધાંતો પર આધારિત હશે.
સરકારની જાહેરાત પ્રમાણે જ ભરતી થશે - પાનસેરિયા
તેમણે કહ્યું કે, સરકારની જાહેરાત પ્રમાણે જ શિક્ષકોની ભરતી થશે. પારદર્શિતા અને મેરિટ મુજબ જ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શિક્ષણ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણની ગુણવત્તા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ટેકનિકલ ક્ષતિઓ અને વિસંગતતાઓને કારણે ભરતી પ્રક્રિયામાં થોડો વિલંબ થયો છે પરંતુ આ ભવિષ્યમાં ઉદ્ભવી શકે તેવી મુશ્કેલીઓને ટાળવા માટે જરૂરી હતો.