છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી પાછો ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વરસાદને લઈને આપેલ નિવેદનથી લોકો આશ્ચર્યચકિત થયા છે. વરસાદી સ્થિતિને લઈને દેવાંગ દાણીએ કહ્યું કે "શહેરમાં વરસાદના પાણીની તકલીફ તો રહેવાની" સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના આ નિવેદનથી નાગરિકોમાં નારાજગી જોવા મળી.
વરસાદના પાણીના નિકાલની કામગીરી ચાલુ













