સ્કૂલોમાં શિક્ષકો પાસેથી વિદ્યાર્થીઓને પ્રેમ અને સંસ્કાર મળે તેવી અપેક્ષા રાખતા વાલીઓ માટે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે.નિકોલ ખાતે આવેલી ચાણક્ય સ્કૂલમાં એક શિક્ષકે વિદ્યાર્થી પર કરેલી ક્રૂરતાને કારણે વિદ્યાર્થીને શારીરિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.એક વિદ્યાર્થી શાળાના ગ્રાઉન્ડમાં બેઠો હતો આ દરમિયાન ત્યાં આવેલા એક શિક્ષકે કોઈ કારણસર વિદ્યાર્થીને જોરદાર લાફો ઝીંકી દીધો હતો.શિક્ષકનો આ લાફો એટલો જોરદાર હતો કે વિદ્યાર્થીના કાનમાં ગંભીર ઈજા પહોંચી હતી.
કાયદેસરની અટકાયતી કાર્યવાહી
અમદાવાદના નિકોલમાં શિક્ષકે વિદ્યાર્થીને લાફો માર્યા બાદ વિદ્યાર્થીના કાન પર ઈજા થઈ હતી. વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થીના વાલીએ સમગ્ર બાબતે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી શિક્ષક વિરુદ્ધ કાયદેસરની અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે.













