અમદાવાદ શહેરનો ઇતિહાસ 600 વર્ષ જૂનો છે. જેમાં જુના અમદાવાદમાં ખુબ પૌરાણિક મંદિરો આવેલા છે, જેનો હવે જીર્ણોધાર કરવાનો નિર્ણય રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં જગન્નાથ મંદિરથી સપ્તર્ષિનો આરો અને અટલ ઘાટ સુધીનો જે રૂટ છે તેનો સમાવેશ થાય છે અને આ સમગ્ર રૂટ દરમિયાન 12 થી 15 જેટલા પૌરાણિક મંદિર આવેલા છે. તમામ એરિયાની આખી સર્કિટ બનાવવામાં આવશે જેથી પ્રવાસીઓ આવે તો એક જ રૂટ પર લોકો તમામ મંદિરના દર્શન કરી શકે છે.આ પ્રોજેક્ટની વાત કરીએ તો જગ્ગન્નથ મંદિરની સામે પ્લાઝા એરિયા તૈયાર કરવામાં આવશે સાથે જ સાથે જ જગન્નાથ મન્દિર ની સામે અને સાબરમતી નદી તરફ હેરિટેજ લુક સાથે જ ના 2 ગેટ મુકવામાં આવશે.
પૌરાણિક મંદિરો જીર્ણોધાર કરવાનો નિર્ણય
આખો પ્રોજેક્ટ 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાં વસંત ચોક વિસ્તાર, અટલઘાટ, રામબારી મંદિર અને તેની આસપાસમાં રહેલા મંદિરનો સમાવેશ કરવામાં આવશે અને રૂટ પણ તૈયાર કરવામાં આવશે. બીજા તબક્કામાં સપ્તઋષિના આરા પાસે સપ્તઋષિના સ્કલ્પચર મુકવામાં આવશે તો ત્યાં રહેલા મંદિરનો પણ જીર્ણોધાર કરવામાં આવશે સાથે જ ચોક પણ બનાવવામાં આવશે. સપ્તઋષિના આરા થી જગન્નાથ મંદિર તરફના રૂટ પર આવતા રામજી મન્દીર મહાદેવ મંદિર લક્ષ્મી મંદિરનો સમાવેશ થાય છે.
અમદાવાદમાં ટેમ્પલ સર્કિટ નિર્માણ થશે
આ રૂટ પર જે મંદિર આવેલા છે તેમાં સૌથી નાના મંદિર હશે તેને 5 મીટર બાઈ 5 મીટર તો માધ્યમ સાઈઝના મંદિર હશે તેને 5 મીટર બાઈ 11 મીટર અને મોટા મંદિર છે. તેને 11 મીટર બાઈ 9 મીટરની સાઈઝ સાથે નવા બનાવવામાં આવનાર છે. તિલક બાગ પાછળ મલ્ટી લેવલ પાર્કિંગ પણ ઉભું કરવામાં આવશે. આ 7 માળના પાર્કિંગમાં પ્રથમ 2 ફ્લોર પર ઇમેજિક બનાવવામાં આવશે જેમાં શહેરમાં આવેલી તમામ મુખ્ય હેરિટેજ સાઈટનું પ્રોજેક્શન કરવામાં આવશે. અહીં આવનાર પ્રવાસી શહેરની અન્ય હેરિટેજ સાઈટ વિષે પણ માહિતી મેળવી શકે તો ફૂડ કોર્ટ પણ અહીં ઉભું કરવામાં આવશે. આમ શહેરમાં એક તરફ હેરિટેજ સર્કિટ તૈયાર કરવામાં આવી રહી છે તો બીજી તરફ શહેરમાં આવેલા પૌરાણિક મંદિરની સર્કિટ તૈયાર કરવામાં આવી રહી છે. પૌરાણિક મંદિરનો વારસો જળવાઈ રહે તેના માટે પણ અમદાવાદ મહાનગર પાલિકા પ્રયાસ કરી રહી છે, પરંતુ જ્યાં સુધી મંદિરોના જીર્ણોધાર નથી થતા ત્યાં સુધી મંદિરોની જાળવણી થાય તે પણ જરૂરી છે.