અમદાવાદ શહેરમાં ફરી એકવાર સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ઓધવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઓઢવ ફાયર સ્ટેશન પાસે પણ પાણી ભરાયા હોવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી અનેક વાહનો બંધ પડી ગયા હતા અને લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી.
AMC ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી













