અમદાવાદમાં જશોદાનગરમાં ડિમોલિશનના વિરોધ દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત થયું છે. ડિમોલિશનના વિરોધમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આજે મહિલાનું LG હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આત્મવિલોપનના પ્રયાસમાં મહિલા ગંભીર રીતે દાઝી હતી. મહિલાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે.


આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત

અમદાવાદના ઘોડાસરમાં ડિમોલેશન દરમ્યાન બબાલ થઈ હતી. AMC ના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થતા મમાલો બગડ્યો હતો. ડિમોલેશન દરમ્યાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ કેરોસીન છાટી આગ લગાવી લીધી હતી. સ્થાનિકોએ એએમસીની ગાડી પર પથ્થરમારો કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલા ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી 

આ ઘટનામાં પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ દુકાનો બંધ કરીને વિરોધ કર્યો હતો. મામલો વધારે ના આગળ વધે તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘોડાસરમાં ગેરકાયદે મકાન અને દુકાનો તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. AMC ના કર્મચારી અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થતા મમાલો બગડ્યો હતો. જેમાં જશોદાનગરમાં ડિમોલિશનના વિરોધ દરમિયાન આત્મવિલોપનનો પ્રયાસ કરનાર મહિલાનું મોત થયું છે. 

  • Follow us on: