અમદાવાદના કૃષ્ણનગરમાં અકસ્માત સર્જાયો છે, જેમાં બીઆરટીએસ બસે ટક્કર મારતા એક વ્યકિતનું મોત નિપજયું છે, રાહદારી રોડ ક્રોસ કરી રહ્યાં હતા તે દરમિયાન બીઆરટીએસ બસના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા વ્યકિતને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે મોત થયું છે, અકસ્માત સર્જી બીઆરટીએસ બસનો ચાલક ફરાર થયો છે.


અમદાવાદના કૃષ્ણનગરમાં હિટ એન્ડ રન

અમદાવાદના કૃષ્ણનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યકિતનું મોત થયું છે, બીઆરટીએસ રૂટની અંદરથી વ્યકતિ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન બસના ચાલકે ફુલ સ્પીડમાં બસ હંકારી હતી અને રોડ ક્રોસ કરી રહેલા વ્યકિતનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા પરંતું બસ ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો, ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે.

ટ્રાફિક પોલીસ બસ ચાલકની શોધખોળ શરૂ કરી

ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી અને પોલીસે સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, પોલીસે ગુનો નોંધ્યો છે અને ડ્રાઈવરની ટૂંક સમયમાં ધરપકડ પણ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો તરફથી સામે આવી છે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

  • Follow us on: