અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે સવારથી વરસાદી મહોલ જામ્યો છે. વસ્ત્રાપુર, નરોડા સહિત વિસ્તારમાં વરસાદ પડ્યો છે. નરોડામાં કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે. અખબારનગર, મેમનગર, એસજી હાઈવે, સીજી રોડ, પાલડી, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા, વસ્ત્રાપુર, બોડકદેવ, ઇસ્કોન, બોપલ, ઘુમા, સોલા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે સવારથી વરસાદી મહોલ
રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ગુજરાતમાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી
ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થયો છે. અમદાવાદમાં વાસણા બેરેજના દરવાજા ખોલાયા છે. વાસણા બેરેજના 4 દરવાજા 1.5 ફૂટ ખોલાયા છે. બેરેજનો 1 દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ સાબરમીત નદીનું લેવલ 40 મીટરે પહોંચ્યુ છે. નદીમાં 5800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. બેરેજમાંથી કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયુ છે.