અમદાવાદના નવા વાડજમાં દીવાલ ધરાશાયી થતા 1નું મોત થયું છે. વહેલી સવારે દીવાલ તૂટતા અનેક વાહનો દટાયા છે. દીવાલ પડવાથી નજીકમાં ઉભેલો યુવક દટાયો હતો. આ ઘટનાની જાણ થતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે યુવકનું રસ્તામાં જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
નવા વાડજમાં દીવાલ ધરાશાયી થતા 1નું મોત













