અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં થયેલી વિદ્યાર્થીની હત્યાના કેસમાં લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સિંધી સમાજ દ્વારા મણિનગર વિસ્તારમાં એક વિશાળ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મૃતક વિદ્યાર્થીના પરિવાર માટે ન્યાયની માંગણી કરી હતી. આ ઘટનાએ સમગ્ર સમાજને હચમચાવી દીધો છે અને લોકોમાં શિક્ષણ સંસ્થાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહીની માંગ













