હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ શરૂ કરાઈ છે. જ્યાં રોંગ સાઈડમાં આવતા, હેલ્મેટ વગર ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે ટકોર કર્યા બાદ પોલીસે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ યોજી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ટ્રાફિક નિયમોનું ઉલંઘ્ઘન કરનારી પ્રજા ચેતજો
જો તમે રોંગ સાઈડ જવાથી ટેવાયલા છો કે વગર હેલમેટે શહેરમાં ફરી રહ્યા છો, તો તમે પોલિસની ઝપટે ચડવા યોગ્ય પાત્ર છો. હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ તંત્ર કોઈને છોડે તેવુ લાગતું નથી. તાજેતરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને સ્થળ પર જ મેમો આપીને ક્યૂઆર કોડથી સ્થળ પરજ દંડની વસૂલાત કરવા સક્ષમ બન્યુ હતું. જ્યારે હવે હાઈકોર્ટની ટકોર મળ્યા બાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવા જોતરાઈ છે.
આગામી એક સપ્તાહ સુધી દંડાશે લોકો
ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું તે ટ્રાફિક પોલીસ માટે અઘરુ નહોતુ. પરંતું સો-બસો આપીને જતા કરવાથી લોકોમાં નિયમોનો ભંગ કરવાનો ક્રેઝ વધતો જાય છે. આ બાબતે હઈકોર્ટે ધ્યાન દોરતા અમદાવાદ ટ્રાફિક પોલીસને અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવા માટે ટકોર કરી હતી. હાઈકોર્ટે ટકોર કર્યા બાદ આજથી ટ્રાફિક પોલીસ એક્શન માડમાં આવી છે. આ ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવનારા, હેલમેટ વગર નીકળનારા સહિતના ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા લોકો સામે લાલઆંખ કરી છે. આગામી એક હપ્તાહ સુધી આ ડ્રાઈવ ચાલશે અને ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે.