કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી માટે તેઓ ગુજરાત આવ્યા છે. પોતાના પ્રવાસના પ્રથમ દિવસે જ અમિત શાહે અમદાવાદના સુભાષ ચોક પાસે આવેલા પ્રખ્યાત ભીડ ભંજન હનુમાનજી મંદિરની મુલકર લીધી હતી અને દર્શન-પૂજન કર્યા હતા. મંદિર પરિસરમાં તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ જોડાયા હતા.


વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

અમિત શાહ 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. રાજકીય બેઠકો, સામાજિક કાર્યક્રમો અને સ્થાનિક નેતાઓ સાથેની મુલાકાતો પણ તેમના પ્રવાસના કાર્યક્રમમાં સામેલ છે. રક્ષાબંધનનો તહેવાર પરિવાર સાથે ઉજવવા ઉપરાંત તેઓ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે પણ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપશે તેવી શક્યતા છે.

ગૃહમંત્રી પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો

અમિત શાહના આ પ્રવાસથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને તેમના આગમનથી કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમના પ્રવાસ દરમિયાન કયા રાજકીય નિર્ણયો છે અને કયા કાર્યક્રમોની જાહેરાત થાય છે તેના પર સૌની નજર રહેશે.


  • Follow us on: