17 જૂન સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટમાં રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદની આગાહી કરવામાં આવી
ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવનની ગતિ 25-35 કિમી પ્રતિ કલાકની રહેશે અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નાઉકાસ્ટ પ્રમાણે 11 જિલ્લાઓમા રેડ એલર્ટ અપાયું છે. જેમાં દ્વારકા,પોરબંદર,જૂનાગઢ, રાજકોટ,અમરેલી,ભાવનગર, ગીરસોમનાથ,ભરુચ,સુરત, નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે.
11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયુ
આ ઉપરાંત 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. જેમાં મહિસાગર,દાહોદ,પંચમહાલ, આણંદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગમાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. રાજયમાં આજે બપોરના 2 વાગ્યા સુધી 100 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ભાવનગર જિલ્લામાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, જેસરમાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ, પાલિતાણામાં 8 ઇંચ, મહુવામાં 7 ઇંચ, ગારિયાધારમાં 3 ઇંચ, તળાજામાં 3 ઇંચ, સિહોરમાં 3 ઇંચ, રાજુલામાં 3 ઇંચ, ઉમરગામમાં 1.22 ઇંચ, ઉનામાં 1.22 ઇંચ, સુત્રાપાડામાં 1.14 ઇંચ વરસાદ નોંધાયો છે.