અમદાવાદમાં વરસાદે AMCની પોલ ખોલી નાખી છે અને પાલડી વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો હોવાની વાત સામે આવી છે, થોડાક વરસાદમાં જ પડ્યો મસમોટો ભૂવો અને AMCએ બેરિકેટિંગ કરી સમારકામ શરૂ કર્યું છે, મુખ્ય માર્ગ પર ભૂવો પડતા ટ્રાફિક જામ સર્જાય છે, કાસ કરીને સવારના સમયે અને સાંજે ઓફિસ છૂટવાના સમયે વધારે ટ્રાફિકજામની સમસ્યા થાય છે.
એક જ વરસાદે AMCની પોલ ખોલી નાખી
અમદાવાદમાં એક જ વરસાદે એએમસીની પોલ ખોલી નાખી છે, અને પાલડી વિસ્તારમાં ભૂવો પડયો છે, 2 દિવસ અગાઉ વરસાદ પડયો હતો અને તેની પાસે જ બીજો ભૂવો પડયો હતો જેના કારણે રોડ તૂટી ગયો હોય તેવા દ્વશ્યો સામે આવ્યા છે, હાલમાં તો કોર્પોરેશન દ્વારા ભૂવા પૂરવાની કામગીરી ચાલુ કરી છે, પરંતુ હજી તો એવો વરસાદ પણ પડયો નથી અને ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે, ત્યારે જોવાનું એ રહ્યું કે, કોર્પોરેશનની ટીમ આ ભૂવો પૂરવાની કામગીરી કેટલા સમયમાં પૂરી કરે છે.
નહેરૂનગર ચાર રસ્તા પાસે પણ રોડની કામગીરી ચાલે છે
કોર્પોરેશ ચોમાસાની સિઝન નજીક આવે તે જ સમયે રોડ-રસ્તા ખોદી નાખે છે અને કામગીરી કરે છે, આવી જ કામગીરી નહેરૂનગર સર્કલ પાસે લક્ષ્મી ગાંઠીયા રથ પાસે ચાલી રહી છે, અહીંયા તો 2 મહિના કરતા પણ વધારે સમય ગયો અને કામગીરી હજી ચાલી રહી છે, તો રોડની વચ્ચે કામગીરી ચાલતી હોવાથી ટ્રાફિકજામની સમસ્યા ભયંકર રહે છે, સાંજના સમયે નહેરૂનગરથી ધરણીધર બ્રિજ સુધી પહોંચલું હોય તો 10 થી 15 મિનિટ લાગે છે કેમકે નહેરૂનગર કોર્પોરેશનની કામગીરી ચાલી રહી છે જેના કારણે ટ્રાફિક વધારે રહેતો હોય છે.