અમદાવાદમાં દરવર્ષે અષાઢી બીજના રોજ રથયાત્રાની ઉજવણી થાય છે. આ વર્ષે 12 જૂનના રોજ શહેરમાં એરઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ રથયાત્રાને લઈને અફવાઓનું બજાર ગરમ હતું. એવું ચર્ચાઈ રહ્યું હતું કે અમદાવાદમાં રથયાત્રાની સાદગીપૂર્ણ રીતે ઉજવણી થઈ શકે અથવા તો રથયાત્રા રદ થઈ શકે તેવી અટકળોનો આજે અંત આવ્યો છે. 


પરંપરાગત રીતે નીકળશે રથયાત્રા

જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. જગન્નાથજીની રથયાત્રા 148 વર્ષથી નીકળે છે એ જ રૂટ ઉપર નીકળશે. અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ જ દુઃખદ અકસ્માત છે. આ ઘટનાને લઈને પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદના છે. પરંતુ આગામી 27 જૂનના રોજ નીકળતી રથયાત્રાને લઈને જે અફવાઓ ચાલી રહી છે. અમે તેનું ખંડન કરીએ છીએ. કારણ કે રથયાત્રાએ કોઈ મનોરંજનની યાત્રા નથી. આ તો ભક્તિનો અનેરો અવસર છે.

ભગવાનની ભક્તિ કરવાનો દિવસ

વધુમાં તેમણે કહ્યું કે રથયાત્રાના દિવસ એ ભગવાનની ભક્તિ કરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી નગરચર્યાએ પરિભ્રમણ કરી છે. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કેમકે ભગવાન પોતાના ભક્તોના દ્વાર પર જાય છે. એટલે આ દિવસે ભક્તોએ ભજન કરી ભગવાનનું ભગવાનનું શ્રદ્ધાપૂર્વક સ્વાગત કરવું. આ દિવસનો ભક્તો પણ ભગવાનની રાહ જોતા હોય છે કે કયારે ભગવાન તેમના દ્વાર પર આવશે. તેમના દર્શન કરી આપણે આત્મિક અંશાતિ દૂર કરીએ.

રથાયાત્રામાં ટેબ્લોને લઈને સરકાર સાથે ચર્ચા

દરવર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે. અને દરવર્ષે શહેરમાં 2 જુલાઈ 1878માં નક્કી કરાયું હતું તે મુજબ એ જ રૂટ પરથી રથયાત્રા નીકળશે. હાલ ટ્રક અને ટેબલો અંગે સરકાર સાથે વાટાઘાટ ચાલુ છે. રથયાત્રામાં કાઢવામાં આવતા ટેબ્લોને લઈને સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે. હાલમાં રથયાત્રાની ઉજવણીને લઈને મંદિરમાં ધમધમાટ છે.



  • Follow us on: