જમાલપુર વિસ્તારમાં આવેલી પ્રસાદ મિલ ખાતે રહેતા મિલ કામદારોના મકાનો રાતોરાત તોડી દેવામાં આવતા તે પરિવારો રોડ પર આવી ગયા છે. મિલ કામદારોના પરિવારોનો આક્ષેપ છે કે ગત રવિવારના દિવસે વહેલી સવારે 6 વાગે આવી 23 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે તમામ લોકો રોડ પર આવી ગયા છે. હાલમાં ચોમાસાની સીઝન છે કોઈ પણ પરિસ્થિતિમાં અમે રહેવા મજબુર છીએ આઝાદી પહેલાથી તે લોકો અહીં રહેતા હતા.
કામદારોના મકાનો રાતોરાત તોડી દેવાયા













