ગુજરાત દર 5 વર્ષે સિંહની ગણતરી કરવામાં આવે છે. જેમાં 2025માં થયેલી 16મી સિંહોની વસ્તી ગણતરી થઇ હતી. આ વર્ષે 3 હજારથી વધુ લોકોએ સિંહોની ગણતરીમાં ભાગ લીધો હતો. વન વિભાગે પ્રથમ વખત સ્થાનિક સરપંચ અને આગેવાનોની પણ સિંહ ગણતરીમાં મદદ લીધી હતી. રાજ્યમાં વન વિભાગ દ્વારા 35 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી જેમાં 11 જિલ્લાના 58 તાલુકોઓને સમાવેશ કરાયો હતો.જેમાં વર્ષ 2015માં 523 અને વર્ષ 2020માં 674 હતી તે હવે વર્ષ 2025માં વધીને 891 સિંહોની સંખ્યા થઈ છે.
વર્ષ 2025માં 891 સિંહોની સંખ્યા
સૌરાષ્ટ્રમાં 891 સિંહો વસવાટ કરતા હોવાનું ગણતરીમાં સ્પષ્ટ થયું છે. ગુજરાતમાં એશિયાઈ સંવર્ધન માટે સિંહોના પ્રોજેક્ટ લાયન કાર્યરત છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એશિયાઇ સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત કરવાનો છે. જૂનાગઢ અને ગીર સિંહોની સંખ્યાના મુળ આવાસ ગણવામાં આવે છે. તેના કરતા અમરેલી અને ભાવનગરમાં સિંહોની સંખ્યા વધુ છે. ગીર અને જૂનાગઢ સિંહના મુખ્ય રહેણાક ગણાતા હતા પરંતુ હવે સિંહો અમરેલી અને ભાવનગરમાં વધારે જોવા મળે છે.
ગીર અને જૂનાગઢ સિંહના મુખ્ય રહેણાક
સૌરાષ્ટ્રમાં સિંહો વસવાટ કરતા સ્થળોમાં જૂનાગઢમાં સિંહની સંખ્યા 191, ભાવનગરમાં 116, અમરેલીમાં 339, પોરબંદરમાં 16, ગીર સોમનાથમાં 222, રાજકોટમાં 6, દેવભૂમિ દ્વારકામાં 1 છે. દર વર્ષે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસે વન વિભાગના કર્મચારીઓ અને શાળાના બાળકો દ્વારા સિંહોને બચાવવાનું મહત્વ સમજાવવામાં આવે છે. સંદેશા, ફોટો, સ્પર્ધા જેવી પ્રવૃતિઓ કરી લોકો સિંહ માટે પ્રેમ અને મિત્રતા કેળવી શકે.