ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન આપઘાત અને હાર્ટ એટેકના બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે ડાંગ જિલ્લામાં કેટલાક શિક્ષકો બીએલઓ તરીકેની કામગીરીમાં પોતાની નારાજગી બતાવી કામ બંધ કરવાની વાત કરી રહ્યાં છે.


કામગીરી માટેની સમય મર્યાદા વધારવામાં આવે

ડાંગ જિલ્લાની ડુંગરાળ ભૌગોલિક સ્થિતિને કારણે અહીં મોબાઈલ નેટવર્ક મળતુ નથી. જેના કારણે બીએલઓને કામ કરવામાં તકલીફોનો સામનો કરવો પડે છે. જિલ્લામાં 40 ટકાથી વધુ લોકો રોજગાર અર્થે અન્ય જિલ્લા કે રાજ્યોમાં સ્થળાંતરિત થયાં છે. જેઓ આગામી માર્ચ મહિનામાં વતન પરત ફરશે. આવા લોકોની માહિતી મેળવવામાં બીએલઓને મોટી મુશ્કેલીઓ થઈ રહી છે. જેથી તેમની માગ છે કે, ડાંગ જિલ્લામાં કામગીરી માટેની સમય મર્યાદા વધારવામાં આવે.

ટાર્ગેટ પ્રમાણે કામ પૂર્ણ થઈ શકે તેમ નથી

ડાંગ જિલ્લામાં ચાલી રહેલી ધીમી કામગીરીને લઈને વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે, ચોથી નવેમ્બરથી એસઆઈઆરની કામગીરી શરૂ થઈ છે. બે સપ્તાહ વિતી ગયા હોવા છતાં ઘણા બુથોમાં ત્રણ ટકા જેટલી કામગીરી થઈ છે. બીજી તરફ અધિકારીઓ બીએલઓને સમયસર કામગીરી પૂર્ણ કરવા નોટીસ આપતા હોવાથી શિક્ષક સંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, ટાર્ગેટ પ્રમાણે કામ પૂર્ણ થઈ શકે તેમ નહીં હોવાથી સમય મર્યાદા વધારવામાં આવે.


આ પણ વાંચોઃ Tharad News: આળસુ તંત્રને કારણે ખેડૂતો જાતે કામે લાગ્યા, માઈનર કેનાલ જાતે સાફ કરી પણ પાણી માટે હજી વલખાં


  • Follow us on: