ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં આ વખતે વરસાદે ભારે વિનાશ વેર્યો છે. વરસાદ બંધ થયાના મહિનાઓ બાદ પણ કેટલાક ગામો પાણીમાં ગરકાવ હતાં. ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. આ મુસીબતથી છુટકારો મળ્યો તેવામાં માવઠાએ વિનાશ વેર્યો હતો. પાણી ઓસરી ગયા બાદ ખેડૂતોને વધુ એક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિ સિઝનમાં પાકની વાવણી માટે પાણીના વલખા મારતા ખેડૂતોની જાત મહેનત રંગ લાવી છે.


ખેડૂતોના પાકને પાણી મળે તે માટે કેનાલ સાફ કરી

થરાદમાં ધરણીધર તાલુકાના ઢેરીયાણા ગામના ખેડૂતોએ પાણી માટે જાતે જ કેનાલની સાફ સફાઈ કરી હતી. ઢેરીયાણા માઈનોર 1 કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરા દૂર કરીને ખેડૂતોએ પોતાની જાતે જ કામ સરળ કરી દીધું હતું. તંત્રને અનેક રજૂઆતો કરવા છતાંય ધ્યાન નહીં અપાતા ખેડૂતો જાતે કામે લાગ્યા હતાં.

અનેક રજૂઆત છતાં પણ અધિકારીઓની ઊંઘ ઉડી નહોતી.

રજૂઆત છતા તંત્રની આંખ ન ઉઘડતા હાલાકી

રવિ સિઝનના વાવેતર સમયે જ કેનાલમાં સાફ સફાઈનો અભાવ દેખાયો હતો. ખેડૂતોએ પાણી માટે અનેક રજૂઆતો કરી છે. પરંતુ હજી સુધી તેમને સિંચાઈ માટે પાણી નથી મળ્યું. કેનાલની સાફ સફાઈ બાદ પણ અધિકારીઓ ખેડૂતોની રજૂઆતો સામે આંખ આડા કાન કરી રહ્યાં છે. બીજી તરફ ખેડૂતો પણ પાણી માટે આશા રાખીને બેઠા છે.


  • Follow us on: