વાવ-થરાદ જિલ્લાની પોલીસે DGPના આદેશ મુજબ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગારોની સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે 30 વર્ષની અંદરના હથિયારી ગુનાઓ અને ડ્રગ્સ સહિતના ગંભીર કેસોના આરોપીઓના રહેઠાણના એડ્રેસ મુજબ તપાસ કરી હતી. પોલીસે માત્ર 100 કલાકના ટૂંકા ગાળામાં કુલ 398 જેટલા રીઢા ગુનેગારોની તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. તપાસના આંકડા મુજબ હથિયારી ગુનાના 205માંથી 175 આરોપીઓની તપાસ કરી હતી.
100 કલાકમાં 398 જેટલા રીઢા ગુનેગારોની તપાસ
NDPS એક્ટના 164માંથી 77 આરોપીઓની તપાસ કરી હતી. વિસ્ફોટ કેસના 28માંથી 28 આરોપીઓની સંપૂર્ણ તપાસ કરી હતી. તેમજ ડુપ્લીકેટ ચલણી નોટોના કેસમાં 1 આરોપીની પણ તપાસ કરાઈ હતી. આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનેગારોની ગતિવિધિઓ પર નજર રાખી છે. વાવ-થરાદ જિલ્લાની પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો તેની જાણકારી પોલીસને આપે.













