વાવ તાલુકાના કુંભારડી ગામમાં થયેલી રૂ. 22.48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ થરાદ પોલીસ દ્વારા ઉકેલી લેવામાં આવ્યો છે. સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા બાદ તેને વેચવા માટે નીકળેલા ભાણાને પોલીસે મૂદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.


પોલીસની કામગીરી

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળ્યા બાદ, પોલીસે કાળુ ઉર્ફે હિતેષભાઈ મેઘરાજભાઈ રબારી (રહે. પીલુડા, તા.થરાદ)ને બાઈક GJ-08-DR-7110 પર દાગીના વેચવા માટે થરાદ જતો અટકાવ્યો.

ચોરીની કબૂલાત

આરોપીની પાસે રહેલા થેલામાં તપાસ કરતા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા. પુછપરછમાં હિતેષભાઈએ કબૂલ્યું કે, તેણે 17 નવેમ્બર 2025ની રાત્રે પોતાના મામા રાણાભાઈ જગમાલભાઈ રબારીના ઘરમાંથી ચોરી કરી હતી. પોલીસે દાગીના સહિત રૂ. 23.03 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી


આ પણ વાંચો--- Pardi નજીક દારૂની હેરાફેરી, બે બુટલેગર પકડાયા, 3.43 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: