વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામમા ગત 16 નવેમ્બરના દિવસે અજાણ્યો શખ્સ જોવા મળ્યો હતો રાછેણા ગામ ભારત પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલ હોવાથી સ્થાનિકોએ ગામના સરપંચને જાણ કરી અને ગામના સરપંચે 112 ઇમરજન્સી નંબર ઉપર જાણ કરી હતી ત્યારે વાવ પોલીસ રાછેણા ગામ દોડી આવી હતી અને ગામમાંથી મળી આવેલ અજાણ્યા શખ્સની પૂછપરછ કરવા માટે વાવ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો.


 ઉત્તર પ્રદેશનો અનિલ જાદવ નામનો યુવક છેલ્લા બાર વરસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હતો

વાવ પોલીસ અને જિલ્લાની ટીમે મળી આવેલા શખ્સની તપાસ હાથ ધરી હતી ને આખરે સામે આવ્યું કે ઉત્તર પ્રદેશનો અનિલ જાદવ નામનો યુવક છેલ્લા બાર વરસ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હતો અનિલ જાદવ વાવ પોલીસ અને S.O.G ની ટીમ ની મહેનતથી બાર વરસથી પરિવારથી વિખુટા પડેલા અનિલ જાદવને પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું

વાવ પોલીસ અને એસ.ઓ.જીની ટીમે ઉત્તર પ્રદેશની પોલીસનો સંપર્ક કર્યો હતો.

તપાસમાં બહાર આવ્યું કે આધારકાર્ડના આધારે જે રાછેનાં ગામમાંથી મળી આવેલો શંકાસ્પદ અનિલ જાદવ છે અને તેનો વતન ઉત્તર પ્રદેશનું છે તેથી પોલીસે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના ચોરાવાલા ગામનો છે અને તે બાર વર્ષ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો છે પોલીસ તપાસ માટે પણ સામે આવ્યું હતું કે અનિલ જાદવ નામનો વ્યક્તિ પરિણીત છે અને તે બે બાળકોનો પિતા છે પરંતુ અસ્થિર મગરનો હોવાના કારણે તેને પત્નીને બાળકો છોડીને જતા રહ્યા છે અનિલ જાદવ ઉત્તર પ્રદેશથી નીકળી ભટકતો ભટકતો રાછેણા ગામ સુધી પહોંચ્યો હતો.

 અનિલ જાદવનું 12 વર્ષે પોતાના પરિવાર સાથે મિલન

રાછેણા ગામ લોકોની જાગૃતતા અને વાવ થરાદ જિલ્લાની પોલીસની મહેનતના કારણે અનિલ જાદવને 12 વર્ષે પોતાના પરિવારનું મિલન થયું છે આજે અનિલ જાદવ ના પિતરાઈ ભય બાબુ જાદવ વાવ પોલીસ મથકે પોતાના પિતરાઈ ભાઈ લેવા માટે પહોંચ્યા હતા અને ભાવ વિભોર દ્રષ્ય સર્જાયા હતા ઉત્તર પ્રદેશથી આવેલા બાબુ જાદવે ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો. 

  • Follow us on: