બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લાના પરિવારને મહારાષ્ટ્રમાં અકસ્માત નડ્યો છે. ટ્રક પાછળ કાર ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં નાસિક નજીક બે લોકોના મોત થયાં છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નાસિક નજીક અકસ્માતમાં બે લોકોના મોત
પ્રાપ્ત વિગતો પ્રમાણે વાવ થરાદ જિલ્લાના બેવટા ગામનો પરિવાર ધંધાર્થે મહારાષ્ટ્ર જઈ રહ્યો હતો. આ દરમિયાન ગઈકાલે વહેલી સવારે તેમની કાર નાસિક પાસે જ એક ટ્રક પાછળ ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોના મોત થયા હતાં. જેમાં એક મહિલા અને એક પુરૂષનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા થતાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.













