બનાસકાંઠા જિલ્લાની થરાદ પોલીસે ફરી એકવાર ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન રૂ.5.40 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. નોંધનીય છે કે 24 કલાકમાં ડ્રગ્સ ઝડપવાની આ બીજી ઘટના છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલા એક બાઇક પર સવાર બે શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવતા આ ડ્રગ્સ ઝડપાયું હતું.


5.40 લાખના 27 ગ્રામ ડ્રગ્સ સાથે બેની ધરપકડ

પોલીસે તેમની પાસેથી 27 ગ્રામ ડ્રગ્સ સહિત કુલ રૂ.6.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સની હેરાફેરી કરનારા થરાદના રહેવાસી લીલા ઉર્ફે રણજીત માજીરાણા અને રાજુ માજીરાણાની ધરપકડ કરવામાં આવી છે. થરાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Tharad: ભારતમાલા રોડ પરથી 95 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાયા


  • Follow us on: