ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલ સંવેદનશીલ અભિયાન ઓપરેશન મિલાપને વ્યાપક સફળતા મળી છે. ઓગસ્ટ-2025થી આ અભિયાન અંતર્ગત પોલીસે અત્યાર સુધીમાં 11 ગુમ અથવા અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે.
મુખ્ય હેતુ વર્ષ 2007થી આજ સુધી ગુમ થયેલા લોકોને શોધવાનો હતો
આ અભિયાનનો મુખ્ય હેતુ વર્ષ 2007થી આજ સુધી ગુમ થયેલા લોકોને શોધવાનો હતો. આ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવા માટે ડાંગ જીલ્લા પોલીસે વિવિધ ખાસ ટીમોનું આયોજન કર્યું હતું. ટીમો દ્વારા ગુમ લોકોની શોધ માટે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ અભિગમ અપનાવવામાં આવ્યો હતો.













