અંબાજી યાત્રાધામમાં શ્રદ્ધાળુઓની અવરજવર ચાલુ જ રહે છે. અન હાલમાં ગુપ્ત નવરાત્રી ચાલુ રહેતા યાત્રાળુઓની સંખ્યા વધી છે. અંબાજી આવતા ભક્તોને કોઇ મુશેકેલી ન સર્જાય તે માટે હંમેશા ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ આ વખતે યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે અંબાજીમાં આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ બંધ કરવામાં આવ્યુ છે. તેથી ગાડી મુકવા માટે અગવડતા અનુભવાઇ રહી છે.


પાર્કિંગ બંધ થતા યાત્રાળુઓને હાલાકી

યાત્રાધામ અંબાજીમાં પાર્કિંગ મુદ્દે મુશ્કેલીઓ સર્જાઇ છે. રસ્તા પર ગાડીઓ પાર્ક કરવામાં આવી રહી છે. અંબાજી મંદિરના આધુનિક ફાસ્ટેગ પાર્કિંગ બંધ કરવામાં આવ્યા છે. ટેકનિકલ નેટવર્ક ઇશ્યુ સર્જાતા પાર્કિંગ બંધ કરાયા હોવાનો ઉત્તર તંત્રે આપ્યો છે. પાર્કિંગ બંધ હોવાને લીધે યાત્રાળુઓ રોડ પર ગાડી મુકવા માટે મજબૂર બન્યા છે. પાર્કિંગની બહાર જ મોટી સંખ્યામાં યાત્રિકોએ ગાડીઓ મૂકી છે.

પાર્કિગની સર્જાઇ સમસ્યા

પાક્ કરવા માટે જો યોગ્ય સ્થાન ન હોય તો ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થાય છે. અને જો કોઇ તહેવાર કે પ્રસંગમાં આવી મુશ્કેલી પેદા થઇ હોય તો તેને પાર્કિગ કરવું મુશ્કેલ બને છે. યાત્રાધામ અંબાજી હાલ લોકો માટે પ્રિય સ્થળ બન્યુ છે. અને પાર્કિંગની સમસ્યા જો વહેલી તકે નિવારવામાં ન આવે તો ભક્તોની સંખ્યા પર અસર જોવા મળી શકે છે. 

  • Follow us on: