બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. રોડ રસ્તા અને ખેતરોમા પાણી ભરાઈ ગયાં છે. ત્યારે બીજી તરફ અંબાજી જવાના માર્ગ પર પહાડ ધસી પડવાની ઘટના સામે આવી છે. અંબાજીથી હડાદ માર્ગ પર પહાડ ધસી પડ્યો હતો. તંત્ર દ્વારા તાત્કાલિક પહાડના પથ્થરો અને માટીને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામા મોટી જાનહાની ટળી છે.
આ હાઈવે પર રોજની હજારો ગાડીઓ પસાર થાય છે













