બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોસાયટીઓ, ધર્મશાળાના ગેટમાં પાણી ઘૂસ્યા હતા. ભારે વરસાદથી હાઇવે પર પાણી ફરી વળ્યા છે. પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય બજારમાં પાણી નદીની જેમ વહેતા થયા છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે.
અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો
અંબાજીમાં રાત્રે ભારે વરસાદથી સોસાયટીઓ અને ધર્મશાળાના ગેટમાં પાણી ઘૂસ્યા છે. શક્તિપીઠ અંબાજીમાં રાત્રે ભારે વરસાદ વરસ્યો છે. હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ પાણીમાં ડૂબી ગયો છે. અંબાજીના મુખ્ય બજારમા વરસાદી પાણી નદીની જેમ વહેતા જોવા મળ્યા છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારે વરસાદથી સોસાયટીઓ અને ધર્મશાળાના ગેટમાં પાણી ઘૂસ્યા
રાજ્ય તરફ ચાર વરસાદી સિસ્ટમો સક્રિય થતા ભારે વરસાદ વરસી રહ્યો છે. લો પ્રેશર સિસ્ટમ,અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશ,મોન્સૂન ટ્રફ, બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.