હાલમાં આસો નવરાત્રિ પર્વ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાત અને વિશ્વમાં વસતા ભારતીયો માતાજીના ગરબા અને પૂજા પાઠ ભક્તિ હોમ હવન કરી દેવીની આરાધના કરી નવરાત્રિ પર્વ ઉજવી રહ્યા છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં શનિવારે ચાચર ચોકમાં 1,111 બાલીકાઓના પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


બાળકીઓનું પૂજન વિધિ તેમજ નવરાત્રિમાં પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી

મોટી સંખ્યામાં અંબાજી ખાતે વસતા પરિવારોની 3 વર્ષથી 12 વર્ષની બાળકીઓનું પૂજન વિધિ તેમજ નવરાત્રિમાં પહેરવાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. અંબાજીની વિવિધ શાળાઓમાં ભણતી બાલિકાઓને ચાચર ચોકમાં ક્રમબદ્ધ બેસાડી તેમનું પૂજન કરી તિલક સાથે નવરાત્રિ પૂજનનો સુંદર કાર્યક્રમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા આજ સુધીના ઈતિહાસનો કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટી આપવામાં આવ્યું

છઠ્ઠા નોરતાએ અંબાજી મંદિરના ચાચર ચોકમાં સવારે બાલિકાઓ પૂજનનો કાર્યક્રમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા બનાસકાંઠા જિલ્લા અંબાજી એકમ દ્વારા જગત જનની મા અંબાના ચાચર ચોકમાં 27 સપ્ટેમ્બરે સવારે 1111 બાલિકાઓનું પૂજન અને તેમને શ્રુંગાર આપી પ્રસાદ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, આ કાર્યક્રમ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા એપ્રિસિએશન સર્ટી આપવામાં આવ્યું હતું.

અનેક અગ્રણીઓ રહ્યા હાજર

આ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્ય કન્વીનર ડો.યજ્ઞેશ દવે, બ્રહ્મ સમાજ અધ્યક્ષ ડો.અશ્વિન ત્રીવેદી, ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકર, મહામંત્રીઓ ગીરીશભાઈ ત્રિવેદી દિનેશભાઈ રાવલ અને મુખ્ય સંગઠક ભરત વ્યાસ, ડામરાજી રાજગોર, સ્નેહલભાઈ મહેતા, ડૉ.બિપિનભાઈ ત્રિવેદી, બનાસકાંઠા પ્રમુખ ભગવાન ભાઈ, જયેશભાઈ દવે, ભાર્ગવ ઠાકર, અંકુર જોષી સહિત બનાસકાંઠા યુવા ટીમ, મહિલા ટીમના બ્રહ્મ અગ્રણીઓએ હાજરી આપી હતી. અંબાજી સરપંચ કલ્પનાબેન દવે તેમજ અગ્રણીઓ હેમંતભાઈ દવે, જીતુભાઈ મહેતા, શરદભાઈ જોષી અને અંબાજી સમગ્ર ટીમના સહયોગથી આ આયોજનં સફળ રહ્યું હતું. જેમાં અંબાજીના ભૂદેવો કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી.

  • Follow us on: