અમરેલીમાં હોમિયોપેથીના નામે બોગસ હોસ્પિટલ ચાલું હોવાની ઘટના સામે આવી છે. ડોકટર, નર્સ વગર જ હોસ્પિટલ ઉભી કરી દેવાઇ હતી. અમરેલીની વી.એન હોમિયોપેથી હોસ્પિટલ બોગસ ખડકી દેવામાં આવી છે. બોગસ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ ચાલે છે. વિદ્યાર્થીઓ અંહિયા પ્રેક્ટિસ કરવા આવે છે. હોસ્પિટલના રજીસ્ટરમાં ખોટા દર્દીઓનો નામ ચઢાવી દેવામાં આવ્યા છે. બોગસ હોસ્પિટલમાં બોગસ ઓપીડી ઉભી કરાઇ છે.


હોમિયોપેથીના નામે બોગસ હોસ્પિટલ

અમરેલી મા- બાપ વિનાની ચાલતી એક હોમીયોપેથીક હોસ્પિટલ સામે આવી છે. એક પણ દર્દી નથી ઓપીડીનું રજીસ્ટર પણ બોગસ ઊભું કરાયું છે. અમરેલીની વી.એન.હોમીયોપેથીક હોસ્પિટલમાં કોઈ ડોક્ટર નથી, કે નથી કોઈ નર્સિંગ સ્ટાફ. માત્ર કાગળ ઉપર ચાલતી આ હોસ્પિટલ આરોગ્ય વિભાગને ધ્યાનમાં કેમ ના આવી એ મોટો સવાલ. અહીં ચાલે છે મેડિકલ કોલેજ અને તે તમામ વિદ્યાર્થીઓને પણ અહીં પ્રેક્ટિસ કરાવામાં આવે છે. તમામ વોર્ડ ખાલી છે, દર્દીજ નથી કે નથી ડોક્ટર તો પછી મેડિકલ કોલેજના નામે લાખો રૂપિયા ફી કેમની વસુલ કરવામાં આવે છે.?

હોસ્પિટલમાં ડોક્ટર નથી દર્દી નથી

હોસ્પિટલમાં ડોક્ટર નથી દર્દી નથી તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કઈ રીતે આપવામાં આવે તે એક મોટો સવાલ ઊભો થયો છે. મેડિકલ કોલેજમાં કેટલા આવા કૌભાંડો ચાલે છે. સંદેશ ન્યૂઝ ના રિયાલિટી ચેકિંગ દરમિયાન અહીં એક પણ એમ્બ્યુલન્સ નથી, હોસ્પિટલના એક પણ ડૉક્ટર કે નર્સિંગ સ્ટાફ જોવા મળ્યા નથી. રજિસ્ટરોમાં જાતેજ દર્દીઓના નામ લખી નાખવામાં આવે છે.


  • Follow us on: