અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે લાઠી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સવારથીજ લાઠી પંથકમાં ઘનઘોર વાદળો છવાયા હતા. લાઠીના હરસુરપુર દેવળીયા, ચાવંડ, શેખપીપરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી વહેતા થયા હતા. વરસાદના આ રાઉન્ડથી ખેતી પાકને મોટો ફાયદો થશે.


અમરેલીમાં ધોધમાર વરસાદ

જિલ્લામાં વરસાદના કારણે કપાસ, મગફળી, બાજરી,કઠોળ વગેરે પાકને ખુબજ અસરકારક સાબિત થશે. ખેતીકામ થઈ ગયા બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં બે દિવસથી વરસાદી માોહલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ચાલુ વર્ષે 51 ટકા જેટલો વરસાદ નોંધાયો 

ગુજરાતમાં ચાલુ વર્ષે 51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં પહેલો વરસાદ સારો પડતા નદીઓ તથા ડેમમાં પાણીની આવક જોવા મળી છે. સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે લાઠી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.


  • Follow us on: