સાવરકુંડલાના સિમરણ ગામ માંથી એક શખ્સના રહેણાંક મકાન માંથી વન્ય પ્રાણીના નખ અને કાળિયાર નું ચામડા સાથે વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી


ચામડાને તપાસ માટે FSLમાં મોકલાયું

ધારી ગીર પૂર્વ વિસ્તારના સાવરકુંડલા રેન્જ વિભાગને બાતમી મળતા સાવરકુંડલાના સીમરન ગામમાંથી એક રહેણાંક મકાનમાં કાળિયારનું ચામડું અને વન્ય પ્રાણીના શંકાસ્પદ નખ મળી આવતા સાવરકુંડલા વન વિભાગની ટીમે વાલજીભાઈ માતંગ નામના વ્યક્તિ ઝડપી પાડ્યો છે, સાવરકુંડલા વન વિભાગને કાળિયારનું ચામડુ અને વન્ય પ્રાણીના નખનો તાંત્રિક વિધિમાં ઉપયોગ કરતો હોવાની બાતમી મળી હતી, બાતમીના આધારે વન વિભાગે સરકારી પંચોની હાજરીમાં કાળિયારનું ચામડું અને વન્ય પ્રાણીના 2 નખ પકડેલા વ્યક્તિના રહેણાંક મકાન માંથી કબજે લેવામાં આવ્યા છે વન વિભાગની તપાસ દરમિયાન ચામડું 20 વર્ષ કરતા વધુ જૂનું હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે, વન્ય પ્રાણીના નખ સિંહના છે કે કેમ તે માટે એફ.એસ.એલ. મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

  • Follow us on: