અમરેલીમાં રોડ-રસ્તાના ધીમા કામને લઇ સ્થાનિકોમાં ફેલાયો આક્રોશ. રોષે ભરાયેલા જેસિંગપરાના સ્થાનિકોએ કર્યો ચક્કાજામ. નવા બની રહેલા બગસરા રોડનું કામ ધીમીગતિએ ચાલતુ હોવાથી લોકો ગીન્નાયા હતા. ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. કામગીરી દરમિયાન અણઘડ રિતે ચારે તરફ ખોદકામ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની સમસ્યાઓ વકરી હતી.


પાણીની લાઈનો તુટતા રહીશોને ભારે હાલાકી

પાણીની લાઈનો તુટતા જેસિંગપરાના રહીશોની હાલાકી બમણી થઈ હતી. રોષે ભરાઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરતા તંત્ર દોડતું થયું હતું. છેલ્લા નવેક મહિનાથી આ રોડનું કામ ગોકળગાયની ગતિથી સતત ચાલતુ રહ્યું હતું. જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રસ્તો બંધ થઈ જતા તંત્ર દ્વારા સ્થાનિકોની વ્યથા સાંભળવા તંત્ર સ્થાનિકોને સમજાવવા પહોંચ્યું હતું.

સ્થાનિકોને સમજાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરયો

અમરેલી શહેરમા ચાલતા રોડ ના અણઘડ કામો થી લોકો રસ્તા પર ઉતરવા મજબુર બન્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ રસ્તા બંધ કરીને ચક્કાજામ કરતાં તંત્ર જાગ્યું. સ્થાનિક લોકોને તંત્ર દ્વારા સમજાવ્યા બાદ રાહદારીઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અણઘડ રિતે ચારે તરફ થતું ખોદકામ, પાણીની લાઈનોમાં ભંગાણ તેમજ ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની સમસ્યાઓથી પરેશાન સ્થાનિકોએ તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.


  • Follow us on: