અમરેલી ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક મોટી દુર્ઘટના ટળી છે. નાગેશ્રી રોડ કાંઠે આવેલ પાણી પુરવઠા વિભાગની પાણી ભરેલી ટાંકી ધરાશય થતા અફડા તફડી મચી હતી. 7 ગામડા માટે 10 લાખ લીટર પીવાના પાણીની જર્જરિત ટાંકી અચાનક પડી ભારે ભીડ ત્યાં ઉમટી પડી હતી. લાખો લીટર પાણીનો વેડફાટ થતા ખાંભા નાગેશ્રી હાઇવે બંધ કરવા પડ્યો હતો.
પાણીની ટાકી અચાનક ધારાશાયી થતા મચી નાસભાગ













