રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ઘયો છે. સરકારે પેકેજ જાહેર કરવાની તૈયારીઓ શરુ કરી દીધી છે અને આજે અથવા આવતીકાલે રાહત પેકેજ જાહેર થાય તેવી શક્યતા છે ત્યારે અમરેલીના ખેડૂતો પણ સરકાર પાસે સારા રાહત પેકેજની આશા રાખી રહ્યા છે.


ખાંભાના ખેડૂતોને સારા રાહત પેકેજની આશા

અમરેલીના ખાંભાના ખેડૂતોને સારા રાહત પેકેજની આશા છે કારણ કે પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને ખેડૂતોની હાલત ખરાબ થઇ ગઇ છે. સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરતા ખેડૂતોએ કહ્યું હતું કે ખેડૂતને બેઠો કરવાની જવાબદારી સરકારની છે.

સરકાર અમારા તમામ ધિરાણ માફ કરે

ખેડૂતોએ માગ કરી હતી કે સરકાર અમારા તમામ ધિરાણ માફ કરે અને ધિરાણ માફ ઉપરાંત થોડી આર્થિક સહાય કરે

ઘાસચારો પણ બગડી જતા સ્થિતિ વિકટ થઇ ગઇ

ખેડૂતોએ કહ્યું હતું કે ઘાસચારો પણ બગડી જતા સ્થિતિ વિકટ થઇ ગઇ છે અને આગામી શિયાળુ સિઝન માટે પણ ખર્ચાને પહોંચી વળાય તે રીતે સરકારે સહાય જાહેર કરવી જરુરી છે.

 અમરેલી જિલ્લામાં સતત ૭ દિવસ કમોસમી વરસાદ

ઉલ્લેખનિય છે કે અમરેલી જિલ્લામાં સતત ૭ દિવસ કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોનો 100 ટકા પાક નિષ્ફળ ગયો હતો ત્યારે રાજ્ય સરકાર આજે ખેડૂતોના હિતમાં રાહત પેકેજ જાહેર કરે તેવી સંભાવના છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોએ રાહત પેકજ મોટું આપે અને સાથે સાથે ખેડૂતોના દેવા માફી કરે તેવી માગ કરાઇ છે.


  • Follow us on: