કમોસમી વરસાદના પગલે સુરતના બારડોલી તાલુકાના ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે જેના પગલે બારડોલી તાલુકાના સમથાણ ગામે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનીનો તાગ મેળવ્યો હતો. જિલ્લામાં કમોસમી વરસાદથી ડાંગરના પાકને મોટુ નુકસાન થયું છે. અસરગ્રસ્તોને યોગ્ય સહાય કરવાની વાઘાણીએ હૈયાધારણા આપી છે.


પાકનું નુકસાન સહન કરનારા ખેડૂતો સાથે ખાટલા બેઠક

રાજ્યમાં કમોસમી વરસાદ ને પગલે ખેતી પાકો ને મોટું નુકસાન થયું હતું. જેમાં સુરત જિલ્લામાં પણ ખાસ કરીને ડાંગરના પાકને મોટું નુકસાન થયું હતું. સહાય અને રાહત પેકેજ અંગે હવે સતત ફરિયાદો ઉઠી રહી છે. સોમવારે મોડી સાંજે બારડોલી તાલુકાના સમઠાણ ગામે કૃષિ મંત્રી જીતુ વાઘાણી આવ્યાં હતાં. જ્યાં ડાંગરના પાકનું નુકસાન સહન કરનારા ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી.

ખુબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે

બેઠકમાં મંત્રી જીતુ વાઘાણી સહિત ત્રણ મંત્રીઓ , સ્થાનિક ધારાસભ્ય જોડાયાં હતાં. સાથે જ કૃષિ વિભાગ અધિકારીઓ તેમજ જિલ્લા નું વહીવટી તંત્ર પણ સમઠાણ ગામે જોવા મળ્યું હતું. કમોસમી વરસાદ બાદ ખેતી અને ખેડૂતો ની વિકટ પરિસ્થિતિમાં આવી ગયાં છે. રાજ્યના 15 હજારથી વધુ ખેડૂતોની 40 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ઊભો પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે. રાજ્ય સરકાર દ્વારા ખુબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે એવી હૈયાધરપાત કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવી હતી.સાંભળીએ.

સુરત જિલ્લામાં 24362 જેટલા ખેડૂતો સહાય મળવાપાત્ર

સુરત જિલ્લામાં પાક નુકસાની ની વાત કરીએ તો 596 ગામો માં 39 હજાર હેક્ટર માં 100 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાય છે. સહાય ની વાત કરી એ તો 24362 જેટલા ખેડૂતો સહાય મળવાપાત્ર છે. સમગ્ર એહવાલ સરકાર ને મોકલી પણ આપવામાં આવ્યો છે.ત્યારે હવે સર્વે ની રમત તો પુરી થઈ પરંતુ હવે વળતર ખેડૂતો ને કેટલું વહેલું અપાશે એ પ્રશ્ન હાલ ઉભો જ છે.


  • Follow us on: