સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં આવેલ બ્રિજના સર્વિસ રોડની બાજુમાં ગટરમાંથી મળેલી સૂટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પલીસે મહિલાની ઓળખ કરવાની સાથે તેની હત્યા કોણે કરી છે તે સહિતના મુદ્દે તપાસ શરુ કરી હતી.
અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો
સુરતના માંગરોળ તાલુકાના કોસંબાના તરસાડી રેલવે બ્રિજના સર્વિસ રોડને અડીને આવેલા મારુતિ શોરૂમ નજીક અજાણી મહિલાનો મૃતદેહ સૂટકેશમાંથી મળી આવ્યો છે.તરસાડી રેલવે બ્રિજ ઉતરતા સર્વિસ રોડની બાજુમાં ખોદેલ ગટર ની અંદર એક શંકાસ્પદ હાલતમાં સૂટકેશ પડી હતી અને આની જાણ નજીકમાં આવેલ મારુતિ શોરૂમના કર્મચારી દ્વારા કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા તાબડતોડ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગટરમાંથી સૂટકેશ બહાર કાઢી સૂટકેશ ખોલતા અંદરથી હત્યા કરાયેલ હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો
મૃતદેહના હાથ અને પગ બાંધેલા હતા
સૂટકેશમાં મહિલાનો મૃતદેહ જોતાં પોલીસ સહિત હાજર સૌ લોકો ચોંકી ગયા હતા કારણ કે મૃતદેહના હાથ અને પગ બાંધેલી અવસ્થામાં હતા.ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરુ કરી હતી. નજીકમાં આવેલ મારુતિના શોરૂમ ના cctv બંધ હાલત માં હોવાનું બહાર આવ્યું હતું. જોકે કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગ્યો છે.
પોલીસ માટે મહિલાની હત્યાનો મામલો પડકારજનક
હાલ તો પોલીસ માટે મહિલાની હત્યાનો મામલો પડકારજનક છે. અજાણી મહિલાકોણ છે અને આ મહિલાની કોણે હત્યા કરી તથા સૂટકેશમાં મૃતદેહ ભરી કોણ આ જગ્યા પર નાખી ગયું તે દિશામાં કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે.
એક હાથ પર મોર પીંછ અને બીજા હાથમા k લવનું નિશાન
મહિલાના એક હાથ પર મોર પીંછ અને બીજા હાથમા k લવનું નિશાન અને એસ લખેલું જોવા મળ્યું છે જેના આધારે પોલીસે મહિલાની ઓળખ વિધિ થાય એ દિશામાં કામે લાગી છે. આરોપી ઝડપાઈ પછી જ હત્યાનું સાચું કારણ બહાર આવશે