સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ત્રણ સગીરા સાથે દુષ્કર્મ આચરનારને કોર્ટે આજીવન કેદની સજા કરી છે, તે સાથે રૂપિયા 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે, આરોપી આલમિગરી મિયા હનીફખાન પઠાણે પૈસાની લાલચ આપી ત્રણ સગીરાઓને ઘરે બોલાવી હતી જે બાદ પોર્ન વીડિયો બતાવી દુષ્કર્મ આચર્યું હતું, એક સગીરા તો ગર્ભવતી થઈ જવા છતાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આરોપી શાકભાજીનો કરતો હતો વેપાર
સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે, આરોપી શાકભાજીનો ધંધો કરતો હતો અને તેણે 3 સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. એક સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતુ અને તેની તપાસ પોલીસ કરી રહી હતી તે દરમિયાન સામે આવ્યું કે તેણે અન્ય 2 સગીરા સાથે પણ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, તો કોર્ટે ગર્ભસ્થ સગીરાને 10.50 લાખ જ્યારે બીજી બે સગીરાઓને 6-6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.













