સુરતમાં પોલીસ દ્વારા હોટેલોમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ ડામવા માટે દરોડા પાડવામાં આવ્યા હતાં. સતત ચાર દિવસથી પોલીસ વિવિધ વિસ્તારોમાં સ્થિત હોટેલોમાં દરોડા પાડી રહી છે. ત્યારે આજે શહેરના રાંદેર વિસ્તારમાં એક હોટેલમાંથી દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો હતો. રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટલ કોવમાં પોલીસ ગ્રાહક બનીને ગઈ હતી. આ દરમિયાન ત્યાં દેહ વ્યાપારનો ધંધો ઝડપાયો હતો.


ફીના પૈસા ભેગા કરવા દેહ વ્યાપારના ધંધામાં ફસાઈ

સુરત પોલીસના ઈન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઈમ અગેન્સ વુમન્સની ટીમ રાંદેર વિસ્તારમાં આવેલા વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી હોટલ કોવમાં ગ્રાહક બનીને ગઈ હતી. ત્યાં જઈને તપાસ કરતાં હોટેલમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. પોલીસે ત્યાંથી ગ્રાહક સહિત બે લોકોને ઝડપી પાડ્યા હતાં. પોલીસે ત્યાંથી ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ચાર મહિલાઓ પૈકી એક યુવતી પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની હતી. આ વિદ્યાર્થિની પાસે ફી ભરવાના પૈસા નહોતા. જેથી ફીના પૈસા ભેગા કરવા માટે તે દેહ વ્યાપારના ધંધામાં ફસાઈ હતી.

ત્રણેય મહિલાઓ કોલકાતાથી સુરત આવી હતી

પોલીસે મુક્ત કરાવેલી આ વિદ્યાર્થિની પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે એક એજન્ટ મારફતે સુરત આવી હતી.આ વિદ્યાર્થિની ગરીબ પરિવારની હોવાથી તેની પાસે ભણવાના પૈસા નહોતા. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે. પોલીસે સ્થળ પરથી 3 મોબાઇલ, 11 હજાર રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ વિદ્યાર્થિની સહિત અન્ય ત્રણ મહિલાઓને પણ મુક્ત કરાવી હતી. આ ત્રણેય મહિલાઓ કોલકાતાથી સુરત આવી હતી. પોલીસે તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું.


  • Follow us on: