અમરેલીની શેત્રુજી નદીમાં રેતી ચોરીનો વીડિયો વાયરલ થયાની ઘટના સામે આવી છે ત્યારે ભાજપના નેતા વિપુલ દુધાત દ્વારા વીડિયો વાયરલ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ અને ખાણ-ખનીજની મિલીભગતનો આક્ષેપ દુધાતે ખાણ ખનીજના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતો. IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં કમિટી રચવા માગ કરી હતી.


દુધાતે ખાણ ખનીજના અધિકારીઓ સામે કર્યા આક્ષેપો

અમરેલીની શેત્રુજી નદીમાંથી થતી ખનીજ ચોરી સામે ભાજપના નેતા સામે આવ્યા હતા. ભાજપના નેતા વિપુલ દુધાતે રેતી ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અમરેલી પોલીસ તંત્ર, ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી ખનીજ ચોરી થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. શેત્રુજી નદીમાંથી થતી ખનીજ ચોરીના ભરાતા ટ્રેક્ટરના વિડીયો વિપુલ દુધાતે વાયરલ કર્યા હતા. રાજ્યમાં આવી ઘણી જગ્યાએ રેતી ચોરી થઈ રહી છે પરંતુ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. માટે સરકાર આવા ખનીજ માફિયાઓ સામે કડક ભગલા ભરે તેવી વિપુલ દુધાતે માંગણી કરી હતી.

IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં કમિટી રચવા માગ

IPS હસમુખ પટેલની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી નિયમાનુસાર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ફરીવાર વિપુલ દુધાતે મુખ્યમંત્રીને ખનીજ ચોરી અટકાવવા અંગે માંગણી કરી હતી. IPS હરેશ દુધાતનાભાઇ વિપુલ દુધાતે પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા.

  • Follow us on: