સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નં.67/બી પર રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રીજની કામગીરી જ્યા સુધી પ્રગતી હેઠળ હોઈ, ત્યાં સુધી રેલવે ફાટક નં. 67/બી પરથી પસાર થતા વાહનો માટે અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે
વૈકલ્પિક રૂટ-૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.













