આજે અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે અમરેલીમાં વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે વાત કરી હતી. તેમણે આ દરમિયાન સ્વદેશી અપનાવવા લોકોને અપીલ કરી હતી.


CM ભૂપેન્દ્ર પટેલ અમરેલીના વેપારીઓને મળ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે અમરેલીમાં વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. દુકાનદારો સાથે તેમના વેપાર ધંધા વિશે વાતો કરી હતી. અમરેલીમાં દુકાનો પર સ્વદેશી અપનાવવા અંગે સ્ટીકરો ચોંટાડી લોકોને અપીલ પણ કરી હતી. તેમણે રોડ પર બેસીને ચપ્પલ વેચતા વેપારીઓ સાથે પણ વાતચીત કરી હતી.

વેપારી મંડળના લોકો સાથે વાતો કરી હતી

અમરેલીના ટાવર ચોકમાં વેપારી મંડળના લોકો સાથે વાતો કરી હતી. મુખ્યમંત્રીને મળવા લાંબી લાઈન લાગી હતી. તેમણે અમરેલીની ટાવર ચોકમાં વેપારીઓ સાથે સંવાદ દરમિયાન અમને ગર્વ છે કે અમારે ત્યાં વેચાતા તમામ ઉત્પાદનો સ્વદેશી છે તેવા લખાણ વાળા સ્ટીકર દુકાનો પર લગાવ્યા હતાં. તેમણે પોતાના સંબોધનમાં ખેડૂતો અને પશુપાલકોની આવકમાં વધારો કરવા અંગે વડાપ્રધાન મોદી હંમેશા તત્પર રહ્યાં છે તેમ જણાવ્યું હતું.


  • Follow us on: