અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં અવિરત વરસાદને કારણે ચોતરફ ખુશીનો માહોલ છવાઈ ગયો છે. બાબરા-કરિયાણા રોડ પર આવેલો રામપરા ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતો અને સ્થાનિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ગઈકાલે પડેલા 2 થી 3 ઇંચ વરસાદને કારણે ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થઈ છે, જેનાથી હજારો વીઘા જમીનમાં ઉનાળુ વાવેતરને જબરદસ્ત ફાયદો થશે.
પાણીની આવકથી છલકાયા જળસ્ત્રોતો













