અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના લાઠી, લીલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લાઠીના શેખપીપરીયા,હરસુરપુર, દેવળીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. થોડા વિરામ બાદ સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


અમરેલીના લાઠી, લીલીયામાં વરસાદ

ચિતલ પંથકના ખીજડિયા રાદડિયા, શેડુભાર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદના કારણે ખેતરો પાણી પાણી થયા છે. ગામમાં વરસાદી પાણીની નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

બે દિવસના વિરામબાદ ધીમીધારે વરસાદ 

લીલીયા સહિત આસપાસના વિસ્તારોમાં બે દિવસના વિરામબાદ ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવણી બાદ ધીમી ધારે વરસાદ પડવાથી મગફળી, કપાસ, જુવાર, બાજરી જેવા પાકમાં ફાયદો થશે. ગ્રામ્યમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.


  • Follow us on: